હાઈકોર્ટની સુચના બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતના રસ્તા પરના ધાર્મિક સ્થળો હટાવવા માટેની સૂચના આપી છે. ત્યારબાદ સુરત શહેરમાં જાહેર સ્થળોના ધાર્મિક દબાણ હટાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે, સુરત પાલિકા દ્વારા જાહેર રસ્તા પર આવેલા ધાર્મિક સ્થળોને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. સુરતમાં રસ્તા પરના મંદિરના મુદ્દે વીએચપી અને બજરંગ દળના આક્રમક તેવર જોવા મળી રહ્યાં છે. સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા-કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રસ્તા પરના મંદિર સાથે સુરતના 12 પૌરાણિક મંદિરને પણ નોટિસ આપી છે તે નોટિસ રદ્દ કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટેની ચીમકી આપવામાં આવી છે.સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે આ સમસ્યા દુર કરવા માટે પાલિકા તંત્ર જાહેર રસ્તા પરના દબાણ દૂર કરવાની કામગીરી પણ પુરી કડકાઈથી કરી શકતી નથી ત્યારે સુરત શહેરના રસ્તા પર 411 જેટલા ધાર્મિક સ્થળો છે તેને દુર કરવાની કામગીરી પાલિકા તંત્ર માટે માથાનો દુખાવો બની રહી છે. સુરત શહેરના રાજમાર્ગ, લાલ દરવાજા, રીંગ રોડ, રાંદેર રોડ, કતારગામ રોડ, વેડ રોડ, વરાછા રોડ, ઉધના રોડ, જેવા અનેક રોડ પહોળા કરવા માટે લોકોની લાખો રૂપિયાની મિલકતનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. પરંતુ લોકોની ધાર્મિક લાગણીનું નામ આપીને દુર કરવામાં આવ્યા ન હોવાથી આજે પણ શહેરના અનેક રસ્તા પર હજી પણ 411 જેટલા મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળો જોવા મળી રહ્યા છે તેને દુર કરવા માટે પાલિકા માટે મોટો પડકાર છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …