ગાંધીનગર અને કલોલમાં રાત્રે વરસાદનું આગમન : શહેરમાં ચારો તરફ ખોદકામની મોંકાણથી કાદવ કિચડ રાજ પાટનગરમાં ૧૩.૫ મીલીમીટર, ગાંધીનગર તાલુકામાં ૧૧ મીલીમીટર અને કલોલ તાલુકામાં ૨૨ મીલીમીટર પાણી વરસ્યું
સરકારી કેલેન્ડર પ્રમાણે તો ચોમાસુ તારીખ ૧૫મી જુનથી ગણવામાં આવે છે. પરંતુ તેના પહેલા તારીખ ૧૦મીના સોમવારે રાત્રે જ ગાંધીનગર અને કલોલ પંથકમાં ગાજવીજ સાથે મેઘાનું આગમન થઇ ગયુ હતું. વરસાદની ઝડી વરસવાની સાથે શહેરમાં ચારે બાજુ પાણી ભરાયા હતાં. સાથે જ પાણી અને ગટરની નવી લાઇનો નાંખવા માટે ચોતરફ કરવામાં આવેલા ખોદકામના કારણે પાટનગરના સેક્ટર વિસ્તારોમાં કાદવ અને કિચડનું સામ્રાજ્ય સ્થપાઇ ગયુ હતું. સરકારી સુત્રો પ્રમાણે પાટનગરમાં ૧૩.૫ મીલીમીટર, ગાંધીનગર તાલુકામાં ૧૧ મીલીમીટર અને કલોલ તાલુકામાં ૨૨ મીલીમીટર પાણી વરસ્યુ હતું.