ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અહીં એક ડોક્ટરે તેની પત્નીને તેના બે પ્રેમીઓ સાથે હોટલમાં વાંધાજનક પરિસ્થિતિમાં મસ્તી કરતા રંગેહાથ પકડી પાડી હતી. આ તરફ ઘટના બાદ ડોક્ટર પતિ અને તેના પરિવારના સભ્યોએ પત્ની અને તેના બે પ્રેમીઓને ભારે માર માર્યો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મહિલા અને તેના બે પ્રેમીઓને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. બંને પ્રેમીઓને શાંતિ ભંગ કરવાના આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર પતિ-પત્ની વચ્ચે છેલ્લા બે વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. બંને અલગ-અલગ રહે છે ડૉક્ટર પત્ની કાસગંજ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટેડ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલા ડોક્ટરનો પતિ તેની પત્ની પર ઘણા સમયથી નજર રાખી રહ્યો હતો. બુધવારે એક મહિલા ડોક્ટર હોટલમાં બે યુવકો સાથે રંગે હાથે ઝડપાઈ હતી. આ તરફ જ્યારે ડોક્ટર પતિને આ વાતની જાણ થઈ તો તે આખા પરિવાર સાથે હોટલ પહોંચી ગયો અને ત્રણેયને રૂમની અંદરથી પકડી લીધા. આ પછી ઉગ્ર બોલાચાલી થઈ હતી.
પતિએ જણાવ્યું કે, તેના લગ્ન 2013માં થયા હતા. તેની પત્નીના યુવકો સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જો મેં મારા સાસરિયાઓને સમજાવીને ફરિયાદ કરી તો તેણે મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. લગભગ એક વર્ષ પહેલા મહિલાએ સાસરે છોડીને બીજે રહેવા લાગી હતી. પોલીસનું કહેવું છે કે, આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …