અંજાર તાલુકાના રતનાલ ગામે પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્યશ્રી દ્વારા રતનાલ ગામના નાગરિકોને અપીલ કરવામાં આવેલ હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને રતનાલ ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો. રતનાલ ગામની પ્રા.શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની યોજનાઓ જેવી કે આયુષ્માનકાર્ડથી થતા લાભો તેમજ ખેતી વિષયક યોજના વિષેની માહિતી આપવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન યોજના તેમજ હર ઘર જલ યોજના અંતર્ગત રતનાલ ગામ ઓ.ડી.એફ. પ્લસ જાહેર થયું હોવાથી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોએ “ વિકસિત ભારત સંકલ્પ યાત્રા “ પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડેડ વીડિયો સંદેશ નિહાળ્યો હતો. મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓના લાભ અંગે પોતાના પ્રતિભાવ આપીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે પી.એમ.ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટ, એન.એફ.એસ.કાર્ડ, આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીને મકાન સહાય, સખી મંડળ ગ્રુપને પ્રશસ્તિ પત્ર, આયુષ્માન કાર્ડ વગેરે લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શોભનાબેન એસ.જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી મ્યાઝરભાઈ છાંગા, કારોબારી ચેરમેનશ્રી શામજીભાઈ ચાવડા, અગ્રણી શ્રી પરમાભાઇ પટેલ, શ્રી કાનજીભાઈ જીવાભાઈ આહીર, ટીડીઓ સુશ્રી પી.એ.ચૌધરી, શ્રી હાર્દિકભાઈ દવે, તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડૉ. અંજારીયા, ડૉ.નાથાણી, શ્રી ભરતસિંહ રાજપૂત સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.