આગામી 26મી તારીખે ભુજ બસપોર્ટના ઉદઘાટનનો તખ્તો ઘડાઇ રહ્યો છે ત્યારે ભુજના શેરી ફેરીયા અને લારીધારકોની એક બેઠક આજે ભુજ ખાતે મળી હતી.ખાસ કરીને લારીધારકોના ધંધારોજગાર ન બગડે અને તેમને ટ્રાફીક જામ ન થાય તેવી રીતે ઉભા રહેવા દેવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે વહીવટીતંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.ખાસ કરીને ભુજમાં બસપોર્ટના ઉદઘાટન બાદ મુખ્યમાર્ગ પર ઉભી રહેતી લારીઓના કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે ત્યારે આ લારીઓને અન્ય સ્થળોએ ખસેડવા માટે વહીવટીતંત્રે કવાયત આદરી છે.શેરી ફેરીયા સંગઠન દ્વારા આજે લારીધારકો સાથે બેઠક યોજીને વહીવટીતંત્રને સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો.સાથે સાથે વહીવટીતંત્રને પણ નાના ધંધાર્થીઓની રોજગારી પર અસર ન પડે તે જોવા વિનંતી કરી હતી.
