લોકસભામાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે મુદે આજે કચ્છ જીલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવેલ છે.આજે ભુજના જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે હાથમાં બેનર સાથે સુત્રોચ્ચાર કરીને કચ્છ જીલ્લા કોંગ્રેસના આગેવાનોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.ચંચળન્યુઝ સાથે વાત કરતાં કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે સંસદમાં જ્યારે મહત્વના ખરડાની ચર્ચા થવાની હોય ત્યારે સંસદની સુરક્ષા મુદે વ્યાજબી માંગણી કરનાર સાંસદોની માંગને દુર કરી ને તેમને સસ્પેન્ડ કરવાના પગલા ચિંતાજનક છે.લોકશાહીમાં આ પ્રકારની વ્યવસ્થા કેમ ચલાવી લેવાય.જેના વિરોધમાં પ્રજાને જાગૃત કરવા માટે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું શહેરના જ્યુબિલિ સર્કલ ખાતે કોંગ્રેસના વિરિધ પ્રદર્શનથી ચારે તરફના માર્ગે વાહનો અટકી પડતા પોલીસે બળજબરી પૂર્વક આગેવાનોને પકડી દૂર કરવા પડ્યા હતા. વિરોધ પ્રદર્શન વેળાએ પ્રમુખ જાડેજા સાથે મહિલા અગ્રણી કલ્પના જોશી, રામદેવસિંહ જાડેજા, રફીક મારા, ડો. રમેશ ગરવા, દિપક ડાંગર, ગની કુંભાર વગેરે જોડાયા હતા.