ભાવનગર: શહેરનું બોર તળાવ મોતનું તળાવ બન્યું, બોર તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે. બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી બાળકીઓ ડૂબી ગઈ. મળતી માહિતી અનુસાર, બોર તળાવમાં એક બાળકી ન્હાવા પડી, જે ડૂબી જતા તેને બચાવવા માટે એક પછી એક બાળકી તળાવમાં જતા બધી જ બાળકીઓ ડૂબી ગઈ. આ દુર્ઘટનામાં પાંચમાંથી ચાર બાળકીઓના કરૂણ મોત નીપજ્યા છે. માત્ર એક બાળકીનો બચાવ થયો છે. સ્થાનિકોએ તળાવ ડૂબી રહેલી બાળકીઓને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાંથી એક બાળકીને બચાવી લેવાઈ છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …