ગેરકાયદેસર વિજ કનેકશન કપાવી નાખી રોકડ દંડ કરાવતી રાપર પોલીસ

by JAYENDRA UPADHYAY
0 comments

ગુજરાત રાજ્યના મે.શ્રી.ડી.જી.પી સાહેબના ના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલ હોઇ મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધીક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી લઈ ફતેગઢ ગામે ગંગારામ વેરશી કોલી રહે-ફતેગઢ તા-રાપર કચ્છવાળાના ઘરે ગેરકાયદેસર વિજચોરી માટેના ઇલેકટ્રીક વાયર થાભલામાં નાખી અને ચોરી કરતો હોઇ પી.જી.વી.સી.એલ ભીમાસર તથા રાપરનાઓને સાથે રાખી ગેરકાયદેસર કરેલ વિજજોડાણ કપાવી નાખી અને વિધુત અધિનિયમ -૨૦૦૩ ની કલમ-૧૩૫ મુજબ બે આરોપીઓને અંદાજીત એક-એક લાખ એમ કુલ ૨૦૦૦૦૦/- (બે લાખ) રુપિયાનો દંડ કરવા માટે વિજ અધિકારી શ્રીએ જણાવેલ છે.

You may also like

Leave a Comment