આજે સવારે 5:00 વાગે બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. ત્યાર બાદ બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો છે. પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓ માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભી બેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીરની તાલે પારંપરિક રાસ પૂર્ણ થયા. સવારે 8 વાગ્યે રાસની શરૂઆત થઈ હતી જે 10:30 સુધી સતત દોઢ કલાક સુધી ચાલ્ચા ત્યાર બાદ હવે રૂક્ષ્મણી મંદિરથી જગત મંદિર સુધી વિશ્વ શાંતિ રેલી નીકળી. મહારાસને જોવા 2 લાખથી વધુ લોકો ઉમટ્યાં હતા. શંકરાચાર્યના પ્રતિનિધિ દ્વારા શાંતિ સંદેશ આપવામાં આવ્યો.આજે આહીરાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. દેશના ખૂણે-ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહીર બહેનો આજે રાસ રમવા દ્વારકા પધારી છે. એકસાથે શ્રીકૃષ્ણ યાદવ કુળની 37000 આહીરાણીઓ ગરબો લઈને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જયો. ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંગ વ્રજ રાસ જગવિખ્યાત છે. તેમજ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનાં પુત્રવધૂ અને બાણાસુરની પુત્રી ઉષા રાસ રમ્યાં હતાં અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ. આ ઉપરાંત લોકવાયકા પ્રમાણે અંદાજે 550 વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલીરૂપે આવ્યા હતા. તેની સ્મૃતિરૂપે આ મહારાસ યોજાયો છે.
