આયકર વિભાગ દ્વારા અમદાવાદ તેમજ વડોદરામાં અશોક ખુરાના અને અમિત ખુરાનાની ઓફીસ તેમજ ઘર સહિત કુલ 30 ઠેકાણે 150 લોકોની ટીમ દ્વારા સાગમટે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈન્કમટેક્ષ વિભાગને સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયાનાં બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ આઈટી વિભાગ દ્વારા બેંક લોકર પણ સીલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ આ ગ્રુપ દ્વારા અનેક મોટા બિલ્ડરોને ફાયનાન્ય કરતા હોવાનું પણ તપાસમાં બહાર આવવા પામ્યું છે.ગત રોજ ઈન્કટેક્ષ વિભાગ દ્વારા કન્ટ્રક્શન અને સોલાર પેનલ બનાવતા ખુરાનાં ગ્રુપનાં અમદાવાદ તેમજ વડોદરા સ્થિત ઓફીસ તેમજ રહેઠાણ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈન્કમટેક્ષ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં કરોડો રૂપિયાનાં બેનામી વ્યવહારો મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ખુરાના બંધુઓનાં ત્યાંથી સર્ચ ઓપરેશન દરમ્યાન રોકડ રૂપિયા, સોના-ચાંદીનાં દાગીનાં સહિતની ચીજ વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …