રાપરના થાનપર ગેડી શક્તિનગર પાસે નર્મદા કેનાલમા બન્યો હતો નર્મદા કેનાલમા ડુબી જવાથી બે લોકોના મોત થયા હતા જેમાં બે બાળકો કેનાલમા પડ્યા બાદ તેને શોધવા પડેલા બે લોકોના મૃતદેહ મળ્યા હતા હજુ અન્ય બે લોકો કેનાલમા લાપતા લોકો ને સ્થાનીક લોકો દ્રારા શોધખોળ શરૂ કરી હતી પરપ્રાન્તિય મૃતકો પરિવાર સાથે કપાસના ખેતરમા કામ માટે આવ્યા હતા મળતી વિગતો મુજબ રાપર તાલુકા ના થાનપર ગેડી નર્મદા કેનાલ પાસે બીટી કપાસ વીણવાનું કામ કરતા આદીવાસી મજૂરનાબે છોકરાઓ ને ડુબતા બચાવવા બીજા બે જણ પણ ડુબ્યા હતા જેમાં બે ના મોત થયા હતા તો લાપતા થયેલા ની પણ લાશો મળી આવી હતી રાપર પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ શોધખોળ હાથ ધરી હતી જેમાં મરણ જનાર શેરસિંગ બાબુભાઇ મુસ્લિમ ઉ.વ.40 અનુજા કલુખાન જોગી મુસ્લિમ ઉ.વ.17 ના મરણ થયાં હતાં તો લાપત્તા બનેલા શબીર કલુખાન જોગી મુસ્લિમ ઉ.વ.21 ની લાશ રાત્રે નવ વાગ્યે તથા
સબાના મોસમ જોગી 36 ની લાશ આજે સવારે અગિયાર વાગ્યે નંદાસર નજીક થી મળી આવી હતી આ તમામ રહે .લખમણગઢ જિ.અલવર રાજસ્થાન વતની છે અને કપાસ વિણવા માટે આવ્યા હતાં આ બનાવ અંગે ની જાણ થતાં રાપર પીઆઇ જે.બી.બુબડીયા હેડ કોન્સ્ટેબલ વણવીર ચૌધરી હેડ કોન્સ્ટેબલ મનહર ચૌધરી પ્રકાશ ભાઇ ચૌધરીધટના સ્થળ પર પહોંચી ગયા હતા તો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા તથા નાયબ મામલતદાર સહિત નો સ્ટાફ દોડી ગયો હતો અને લાપતા બે લોકોની શોધખોળ હાથ ધરી હતી જેમાં ચારેય લોકો ના મોત થતાં વાગડ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …