Breaking News

ભુજ GIDCમાં બે કારીગર 25 કિલો ચાંદી લઈને રફુચક્કર થઈ ગયા

ભુજ GIDCમાં વર્કશોપની બારી તોડીને બે કારીગરો ચાંદી ચોરી ફરાર થતાં ચકચાર મચી જવા પામી છે. વર્કશોપમાં કામ કરતા બે કારીગરો 16.70 લાખની 25 કિલો કાચી ચાંદી ચોરી કરીને લાપતા થઈ ગયા છે. ફરિયાદીને 13 ઓક્ટોબરે વર્કશોપનું તાળું ખોલતા વર્કશોપની બારી તૂટેલી જોવા મળી હતી અને બંને કારીગરો મોબાઈલ ફોન બંધ કરીને ગુમ થઈ ગયા હતા. જેની તપાસ કરતાં ચાંદી ચોરાઈ ગઈ હોવાનું માલૂમ પડ્યું હતું અને વર્કશોપના માલિકે તેમના જૂનાં કારીગરોનો સંપર્ક કરીને બનાવ અંગે જાણ કરીને ફરાર કારીગરોની શોધખોળ આદરી હતી. જોકે 22 દિવસ વીતી ગયાં છતાં પણ બંનેનો કોઈ પતો ના મળતા પોલીસને જાણ કરવામાં આવી છે અને ભુજ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ભુજના GIDC વિસ્તારમાં 56 વર્ષિય રામચંદ્ર સાળુંખે છેલ્લાં 35 વર્ષથી કાચી ચાંદી ગાળવાનું અને તેનું રીફાઈનીંગનું કામ કરી રહ્યા છે. ભુજની કંસારા બજાર ખાતે શ્રીરામ સિલ્વર ટચ એન્ડ રીફાઈનરી નામથી પોતાની ચાંદીની દુકાન ચલાવે છે. રામચંદ્ર સાળુંકેના વર્કશોપ પર છેલ્લાં 12 વર્ષથી કામ કરતા પવનકુમાર ઠાકુર અને પ્રિતમચંદ ઠાકુર કે જેઓ મૂળ હિલચાલ પ્રદેશના રહેવાસી છે તેઓ ભુજના જીઆઈડીસી વિસ્તારમાં રામચંદ્ર સાળુંખેનું વર્કશોપ સંભળાતા હતા.બન્ને કારીગરો સપ્ટેમ્બર માસમાં કોઈ સામાજિક કારણોસર એક મહિના માટે વતન જવાના હોવાથી રામચંદ્ર સાળુંખે એ પોતાના વર્કશોપનું કામ અટકી ના રહે તે માટે તેમની અવેજીમાં તેમના ઓળખીતા કારીગરોને કામે રાખવા વાત કરી હતી. જેથી પ્રિતમચંદ ઠાકુરે મૂળ હિમાચલ પ્રદેશના અને પોતાના ભાઈના સાળા અજયકુમાર ઠાકુરને 16 ઓગસ્ટના રોજ ભુજ બોલાવી વર્કશોપમાં કામે રખાવ્યો હતો.બીજું બાજુ પવનકુમારે પણ પોતાની અવેજીમાં પોતાના ઓળખીતા અને હિમાચલ પ્રદેશના કારીગર રમેશચંદ ઠાકુરને 7 ઓકટોબરના રોજ ભુજ બોલાવીને વર્કશોપમાં કામે લગાડ્યો હતો. નવા બન્ને કારીગરો દિવસે વર્કશોપમાં કામ કરતાં અને રાત્રે ઉપરના રૂમમાં સૂઈ જતા. જૂના બન્ને કારીગરની અવેજીમાં આવેલા નવા બંને કારીગરો નવા હોવાથી રામચંદ્ર સાળુંખેએ વર્કશોપની ચાવી તેમને સોંપી નહોતી. અને દરરોજ સવારે અને સાંજે વર્કશોપ તેમનો ખોલવા બંધ કરવા રામચંદ્રનો વિશ્વાસુ માણસ રોહિત સાવંત જતો હતો.11 ઓક્ટોબરના રોજ રામચંદ્ર સાળુંખેએ ચાંદી રીફાઈન કરવા માટે વર્કશોપ પર 25 કિલો જેટલી કાચી ચાંદી મોકલી હતી અને 13 ઓક્ટોબરે સાવંત જ્યારે વર્કશોપનું તાળું ખોલવા ગયો ત્યારે તેણે વર્કશોપની બારી તૂટેલી જોવા મળી હતી અને નવા આવેલા બંને કારીગરોનો મોબાઈલ ફોન બંધ આવ્યો હતો. તેમનો કોઈ અતોપતો રહ્યો ન હતો. રોહિત સાવંતે આ બનાવ અંગેની જાણ માલિકને કરતાં રામચંદ્ર તુરંત વર્કશોપ ખાતે દોડી આવીને તપાસ કરી હતી અને 25 કિલો જેટલી કાચી ચાંદી ચોરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું, જેની કિંમત 16.70 લાખ જેટલી છે.રામચંદ્ર સાળુંખેએ તરત જ આ બે નવા કારીગર જેમણે રખવ્યા હતા તેવા જૂના કારીગરો પવનકુમાર અને પ્રીતમચંદનો સંપર્ક કરીને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી અને જૂનાં કારીગરોની મદદથી અત્યાર સુધી નવા બન્ને કારીગરોની શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ 22 દિવસ વીતી ગયાં બાદ પણ બન્ને કારીગરોનો કોઈ અતોપતો ના મળતા આખરે ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજમાં પોલીસને કોમ્બીંગ દરમ્યાન સ્કોર્પીઓમાંથી હથીયારો સાથે સોનાચાંદીના દાગીના મળ્યા

રાજ્યના પોલીસવડાએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોને 100 કલાકમાં યાદી તૈયાર કરી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?