Breaking News

JAYENDRA UPADHYAY

અમદાવાદમાં સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા બે સફાઈકર્મીના મોત

ગુજરાતમાં ફરી એકવાર સફાઇકર્મીનાં મોતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના ધોળકામાં બે સફાઈ કર્મીના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ આ બનાવ પુલેન સર્કલ પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની હોવાનું સામે આવ્યું છે. સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોત થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. …

Read More »

કેન્દ્રીય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે ભુજ કલેકટર કચેરી ખાતે પોસ્ટ અને ટેલીકોમ્યુનીકેશન વિભાગ સાથે રીવ્યુ બેઠક કરી

આજરોજ કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રીય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે કલેકટર કચેરી ખાતે ભારતીય પોસ્ટ વિભાગ, ટેલીકોમ્યુનીકેશન વિભાગ તથા સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રીવ્યુ બેઠક લીધી હતી. આજની બેઠકમાં મંત્રીશ્રીએ ટેલીકોમ્યુનીકેશન વિભાગ દ્વારા કાર્યરત પ્રોજેકટમાં ગતિશીલતા લાવવા તથા લોકહિતની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી સક્રીય કામગીરી કરવા પોસ્ટ વિભાગને …

Read More »

નરનારાયણ દેવને સુવર્ણનાં વાઘા સહિત આભૂષણો અર્પણ કરતાં દાતા, સુવર્ણનાં મોળીયા, સુવર્ણના છત્ર સહિતનાં આભૂષણો પ્રભુની શોભામાં અભીવૃદ્ધિ કરશે

ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બદ્રીકાશ્રમ ખાતે શ્રીનરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની દિવ્યતા અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉજવણીનાં તૃતીય દિવસે શ્રીમદ્‌ સત્સંગીજીવન કથામાં વક્તા શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપસ્વામીએ નરનારાયણ દેવનો મહિમા વર્ણવ્યો હતો. આ દરમિયાન ધુન અને કિર્તનનાં નવા બે આલ્બમનું વિમોચન કરવાની સાથે સાથે દાતા પરિવાર દ્વારા સુવર્ણના …

Read More »

ભુજમાં ચતુર્વેદ પારાયણ તથા સપ્ત દિવસીય શ્રીહરિયાગનો પ્રારંભ

ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં શહેરનાં સ્મૃતિ મંદિર ખાતે વિશેષ આયોજન વાંસની ૧૬ પ્રાકૃતિક કુટીરો બનાવવામાં આવી ચાર વેદ ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ તથા ૧૧ શાખાઓ, શ્રી સર્વમંગલ સ્ત્રોત તેમજ રામાયણ આદિ ગ્રંથોને બિરાજમાન કરવામાં આવ્યા હતા ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત શ્રી નરનારાયણદેવ …

Read More »

નવસારીમાં કરોડના ખર્ચે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.૧૧૦ કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસની ઈમારત ‘પંચશક્તિ’ના પાયા પર રચેલી છે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે …

Read More »

સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ, કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળી

દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરના વાતાવરણમાં આજે ફરી એક વખત પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સુરતમાં સર્જાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર બાદ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદે ધમાકેદાર એન્ટ્રી …

Read More »

બદ્રિકાશ્રમ, ભુજ ખાતે ગૌ-મહિમા પ્રદર્શનને નિહાળીને રાજ્યપાલશ્રીએ ગાય આધારિત ખેતીના કાર્યોને બિરદાવ્યા

લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કાર્યરત છે. જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય જેવા માનવતાના કાર્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રથમ હરોળમાં હોય છે એમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર આયોજિત નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગૌ-મહિમા કૃષિ સંમેલનમાં કહ્યું હતું. …

Read More »
Translate »
× How can I help you?