ગુજરાત રાજ્ય માં 181 મહિલા હેલ્પ લાઈન મહીલા ઓ ની મદદ માટે 24×7 કાર્યરત છે તા:- 28/12/23 ના રોજ ગાંધીધામ રેલ્વે પોલીસ શી ટીમ દ્વારા 181 મહિલા હેલ્પ લાઇન પર કોલ કરી જણાવ્યું એક મહિલા મળી આવેલ હોય જે ખુબજ ગભરાયેલા હોય અનેઆજે સવાર થી પીડિતા આમ તેમ ભટકે છે …
Read More »સાંમખીયાળી RTO ચેકપોસ્ટ નજીક માલવાહક ડ્રાયવરો દ્વારા કેન્દ્ર સરકારના કાયદા વિરૂદ્ધ ચક્કાજામ કરાયું
ભચાઉ તાલુકાના સામખયારી નેશનલ હાઈવે પર આજે સવારના 10:30 વાગ્યાથી પરિવહન કરતાં માલવાહક વાહનોના ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરી મૂકવામાં આવ્યો છે, જેના કારણે બંને તરફના માર્ગે વાહનોની લાંબી કતારો સર્જાઈ જવા પામી છે. કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે દસ વર્ષની કેદની સજા અને રૂપિયા 5થી 10 …
Read More »કચ્છ જિલ્લાના સરહદી કુરન ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું હર્ષભેર સ્વાગત કરાયું
કચ્છ જિલ્લાના છેવાડાના નાગરિક સુધી કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભ મળે તેવા ઉદ્દેશ્યથી કચ્છ જિલ્લાના ગામે ગામ લોકસંદેશો પાઠવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ભ્રમણ કરી રહી છે. જેમાં ભુજ તાલુકાના સરહદી કુરન ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પહોંચતા ગ્રામજનો દ્વારા યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ યોજનાઓની …
Read More »રાજયકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર કચ્છની બે દિવસીય મુલાકાતે
ભુજ અને નખત્રાણામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના બે ગોડાઉનનું જાત નિરીક્ષણ કરીને અનાજની ગુણવત્તાની ચકાસણી કરી ભુજમાં સમરસ કન્યા છાત્રાલયની મુલાકાત લઇને સુવિધાની સમીક્ષા કરી માતાના મઢ ખાતે કચ્છ ધણીયાણી મા આશાપૂરાને શીશ નમાવવા સાથે નારાયણ સરોવર અને કોટેશ્વરમાં દર્શન કરીને લોક સુખાકારીની પ્રાર્થના કરી રાજયકક્ષાના અન્ન અને …
Read More »વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છમાં નિર્માણ થઈ રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્ક-હાઇબ્રિડ એનર્જી પાર્કની કામગીરી પ્રગતિ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીની પ્રગતિ નિરીક્ષણ માટે બુધવારે સવારે મુલાકાત લીધી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ ભારતની ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રસ્થાપિત કરવાના હેતુસર થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ ગ્રીન-ક્લીન એનર્જી …
Read More »મુંદરા તાલુકાના નવીનાળ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ઉષ્માભર્યુ સ્વાગત
મુંદરા તાલુકાના નવીનાળ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં’ વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત નવીનાળ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા ‘ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના …
Read More »ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનો દ્વારા હોંશભેર સ્વાગત કરાયું
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છ જિલ્લામાં ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તથા કિશાન ક્રેડિટ સહિતની યોજનાઓની …
Read More »ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મૂળ બસ મથકના સ્થળે છેલ્લા સાત વર્ષથી નિર્માણ કાર્ય ચાલતા એસટી બસ પોર્ટ શરૂ થવાની સ્થાનિક અને કચ્છના લોકો આતુરતાથી રાહ જોતા હતા. એવા સાત વર્ષથી હંગામી બસ …
Read More »કચ્છની ધરા ફરી ધ્રુજી:ખડીર બેટની રણકાંધીએ 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
ભૂકંપ ઝોન પાંચમાં આવતા કચ્છ જિલ્લામાં ધરા ધ્રુજવાની ઘટના સ્તત યથાવત રહેવા પામી છે. જેમાં વધારો કરતો વધુ ધરતીકંપનો આંચકો ગત રાત્રિના 11.24 મિનિટે ખડીર બેટની રણ કાંધીએ નોંધાયો હોવાનું સિસમોલોજી રીસર્ચ કચેરીએ જાહેર કર્યું હતું. 2.9ની તિવ્રતા ધરાવતા આંચકાની અસર સ્થાનિકે ખાસ વર્તાઈ ના હતી પરંતુ આંચકાની ખબરથી અહીંના …
Read More »દ્વારકામાં 37 હજારથી વધુ આહીરાણીઓએ પારંપરિક રાસ રમી ઇતિહાસ રચ્યો; લાખો લોકોએ આ અલૌકિક નજારાનો આનંદ માણ્યો
આજે સવારે 5:00 વાગે બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. ત્યાર બાદ બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો છે. પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓ માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, …
Read More »