કેદારનાથ હેલિકોપ્ટરમાં જવું છે? ક્યાંથી બુકિંગ કરશો, કેટલું ભાડું, જાણો દરેક ડિટેઈલ

ચારધામ યાત્રા 10 મેથી શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ શુક્રવારે અખાત્રીજના પર્વ પર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે ચારાધામોમાં શામેલ બદરીનાથના દ્વાર રવિવારે ખુલશે. આ યાત્રા માટે હેલીકોપ્ટરની સેવા પણ ચલાવવામાં આવે છે કારણ કે શ્રદ્ધાળુઓ માટે ચાર ધામની યાત્રા કરવી થોડી મુશ્કેલ હોય છે.

ફક્ત IRCTC હેલીયાત્રા વેબસાઈટ પર જ કેદારનાથ ધામ માટે ઓનલાઈન હેલીકોપ્ટર ટિકિટ બુકિંગ ઓફર કરવામાં આવી રહી છે. IRCTC દ્વારા હેલીકોપ્ટરથી ચારધામની યાત્રા માટે બુકિંગ પણ ચાલુ છે. જેમાં હાલ 10મેથી લઈને 20 જૂન સુધી અને 15 સપ્ટેમ્બરથી લઈને 31 ઓક્ટોબર સુધી તમે બુકિંગ કરાવી શકો છો. ત્યાં જ IRCTC અનુસાર 21 જૂનથી 14 સપ્ટેમ્બર સુધીની યાત્રાની બુકિંગની તારીખ જલ્દી જ જાહેર કરવામાં આવશે.

હેલીકોપ્ટર સેવા ઓનલાઈન બુક કરવા માટે ઉત્તરાખંડ સરકારના પોર્ટલ પર ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જો પહેલાથી રજીસ્ટર્ડ નથી તો https://registrationandtouristcare.uk.gov.in પર જઈને ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી લો.

હેલી સર્વિસ બુકિંગ

  • હેલી સેવા બુકિંગ માટે IRCTC એકાઉન્ટ બનાવવું પડશે. તેના માટે https://www.heliyatra.irctc.co.in/auth પર જઈને પોતાનું એકાઉન્ટ બનાવો.
  • અહીં ઈમેલ અને મોબાઈલ નંબર વેરિફાય કરો.
  • જણાવી દઈએ કે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જ તમારૂ યુઝર આઈડી હશે.
  • તમારો પાસવર્ડ સેટ કરો અને પછી લોગ ઈન કરો.
  • અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર કે ગ્રુપ આઈડી નાખીને સીટોની ઉપલબ્ધતા ચેક કરી લો.
  • પોતાની પસંદનો ડેટા અને ટાઈમિંગનો સ્લોટ સિલેક્ટ કરો.
  • ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પોતાની બુકિંગ કંફર્મ કરો.
  • તેના બાદ તમે પોતાની ટિકિટ ડાઉનલોડ કરી શકો છો.

તમે યાત્રીઓની સંખ્યાના આધાર પર બુકિંગ કીર શકો છો. એક વ્યક્તિ માટે યુનિક રજીસ્ટ્રેશન નંબર નાખો. ત્યાં ઘણા લોકો માટે એક સાથે બુકિંગ કરવું છે તો ગ્રુપ આઈડી નાખો. એક યુઝર આઈડી પર વધારેમાં વધારે 2 ટિકિટ બુક કીર શકાય છે. દરેક ટિકિટ પર વધારેમાં વધારે 6 યાત્રી હોઈ શકે છે. એટલે કે એક યુઝર આઈડી પર વધારેમાં વધારે 12 યાત્રીઓ માટે બુકિંગ કરાવી શકાય છે. 12થી વધારે યાત્રીઓ માટે બીજા યુઝર આઈડી બનાવીને બુકિંગ કરાવાનું રહેશે.

જણાવી દઈએ કે 2 વર્ષથી ઉમરના બાળકોને આખી ટિકિટ જોઈશે. જ્યારે 2 વર્ષથી નાના બાળકોને કોઈ ટિકિટ નહીં લેવાની હોય અને તેમને સીટ પણ નહીં મળે.

About JAYENDRA UPADHYAY

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?