રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની તપાસ આજે પણ યથાવત છે. વાત જાણે એમ છે કે, CID ક્રાઇમની ટીમને તપાસ દરમિયાન કરોડોના વ્યવહારો મળી આવ્યા છે. આંગડિયાની 12 પેઢીની અલગ અલગ ઓફિસોમાં CID ક્રાઈમ તપાસ કરી રહી છે. વિગતો મુજબ CID ક્રાઈમની તપાસમાં અત્યાર સુધી 18 કરોડ 19 લાખની રોકડ, 1 કિલો સોનું, 66 મોબાઇલ સહિત મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે 75 લાખનું વિદેશી ચલણ પણ તપાસ દરમિયાન મળી આવ્યું છે.
ગુજરાતભરની આંગડિયા પેઢીમાં હાલ CID ક્રાઈમની તપાસ ચાલી રહી છે. હજી આજે પણ અનેક આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની તપાસ ચાલી રહી છે. વિગતો મુજબ CID ક્રાઈમે PM આંગડિયા, HM આંગડિયા, NR આંગડિયામાં તપાસ હાથ ધરી છે.