TET ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલે લેવાશે. તો TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે. TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારી યાદીમાં જણાવાયું કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર હતી. ત્યારે હવે આ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે.