ગુજરાતમાં સાત દિવસ પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર આગામી સાત દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતની બાજુમા ચાર સાયક્લોનિક સરક્યુલેશ બની રહ્યા છે. ત્યારે આજથી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતનાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.રામાશ્રય યાદવે જણાવેલી આગાહી પ્રમાણે, સાયક્લોનિક સરક્યુલેશ નોર્થ-ઈસ્ટ અરેબિયન સીમાં બન્યું છે જેની અસરને કારણે પહેલા દિવસે વરસાદ વરસવાની આગાહી છે. આની અસર ગુજરાત કાંઠાની આસપાસ રહેશે. જેના કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ થશે.પાંચમા દિવસે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમેરલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

દાહોદ મનરેગા કૌભાંડ : મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ

ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. મનરેગામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?