કચ્છ ની જીવાદોરી સમાન નર્મદા યોજના ની કેનાલ કે જેના પર ખેડૂતો અને પીવાના પાણી માટે શહેર અને ગ્રામ્ય વિસ્તાર નભે છે તેવી આ કેનાલ મા આગામી
31 માર્ચથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી વિતરણ થશે બંધ કરવા મા આવશે
નર્મદાના પાણીથી લેવાતા ઉનાળુ પાકનું વાવેતર ન કરવા નિગમ દ્વારા સુચના આપવામાં આવી છે
વાગડના રાપર ભચાઉ તાલુકાના વિસ્તારથી કરીને માંડવી સુધી નર્મદાની કેનાલમાં પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ આગામી 31 માર્ચથી કચ્છ શાખા નહેરમાં મુખ્ય કેનાલમાંથી આવતું નર્મદાનું પાણી બંધ કરવામાં આવશે તેવી સરદાર સરોવર નર્મદા નિગમએ બનાસકાંઠામાં અખબારના માધ્યમથી જાહેરાત કરી છે. ટૂંક સમયમાં કચ્છ માટે પણ આવી જાહેરાત કરવામાં આવશે. ગત વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ પડતા નર્મદા ડેમમાં હાલ 130 મીટર ની ઊંચાઈ છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું અને રિઝર્વ જથ્થો પર્યાપ્ત છે ત્યારે માર્ચ મહિનામાં 15
તારીખથી બનાસકાંઠાની થરાદ, વાવ, ભાભર ની શાખા વી-શાખામાં પાણી વિતરણ બંધ કરવાની નર્મદા નિગમ એ જાહેરાત કરતા ખેડૂતોમાં કચવાટ ફેલાયો છે. બે મહિના માટે મેન્ટેનન્સ અને સફાઈ કરવાના ઉદેશથી આ નિર્ણય લેવાયો હોય પરંતુ જ્યારે નર્મદા ડેમમાં 3254 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ જથ્થો છે ત્યારે વિતરણ બંધ ન કરવું જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નિગમ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ 15 માર્ચે ત્યાં પાણી રોકવામાં આવશે, ત્યાર પછી કચ્છની શરૂ થતી કચ્છ બ્રાન્ચ કેનાલ પણ 31 માર્ચથી બે મહિના માટે પાણીનું વિતરણ બંધ
કરવામાં આવશે. જોકે આ અંગે કચ્છ જિલ્લાના નર્મદા નિગમના કોઈ અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નર્મદાની મુખ્ય નહેરમાંથી જે કચ્છ બાજુ શાખા આવે છે તે મુખ્ય બનાસકાંઠામાં જ વિતરણ બંધ થશે તો કચ્છ બાજુ નહીં આવે તે સ્વાભાવિક છે હજુ સુધી જાહેરાત કરવામાં નથી આવી તે પણ એક પ્રશ્ન છે કે, 31 માર્ચથી પાણીનું વિતરણ બંધ થશે તે ખેડૂતોને જાણ કરી દેવામાં આવશે. માટે નર્મદાના પાણીને આધારિત ઉનાળુ પાકનું વાવેતર ન કરે. હાલ શિયાળુ પાક માટે વિતરણ ચાલુ છે. રાપર તાલુકા ના 97 ગામ અને રાપર શહેર માત્ર નર્મદા યોજના આધારિત પાણી યોજના ધરાવે છે જો બે મહિના સુધી કેનાલ બંધ રહેશે તો ફરી થી રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમસ્યા ઉભી થાય તેવી શક્યતા છે એટલે અત્યાર થી વહિવટી તંત્ર દ્વારા પાણીની સમસ્યા વિકટ ના બને તે માટે પ્રયત્ન કરવા જોઈએ ભર ઉનાળામાં નર્મદા યોજના બે મહિના બંધ રહેશે ત્યારે કચ્છ ના અનેક વિસ્તારોમાં પાણી ની સમસ્યા વિકટ બની શકે તેમ છે
