પંચમહાલ -ગોધરા શહેર પાસે , ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, 3 બાળકો અને 1 વ્યક્તિનું મોત

by JAYENDRA UPADHYAY
0 comments

પંચમહાલ: જિલ્લાના ગોધરા શહેર પાસે તૃપ્તિ હોટલ પાસે બપોરના સમયે અકસ્માતની ઘટના બની છે. આ દુ:ખદ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જેમાં એક પુરુષ સહિત ત્રણ બાળકીના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે, હાલમાં એક નાની બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનો પણ ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સમગ્ર મોતના પગલે પરિવારમાં પણ ગમગીનનો માહોલ છવાયો છે.અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર: ગોધરા વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટલ નજીક અકસ્માતની ઘટના બની છે જેમા એકજ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ નીપજયા છે.ટ્રકચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે, ત્રણ બાળકી અને પિતાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. ઘોઘંબા તાલુકાના બોર ગામનો પરિવાર હોવાની વિગત સામે આવી છે.

You may also like

Leave a Comment