રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનો પર 5 ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી

રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે EV વાહનો પર 5 ટકા ટેક્સ છૂટ આપી છે. અત્રે જણાવીએ કે, ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાને લઈ 31 માર્ચ 2026 સુધી EV પર 5 ટકા ટેક્સ છૂટ અપવામાં આવી છે. વાહનના પ્રકાર પ્રમાણ ફક્ત 1 ટકા લેખે જ ટેક્સ વસૂલવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે ઈલેક્ટ્રિક વ્હીકલ પર 1 ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે. ટેક્સમાં 5 ટકા છૂટ આપવાથી ઈલેક્ટ્રિક વાહન માલિકોને ફાયદો થશે.નવી જાહેરાતથી ટેક્સ દર ઘટીને માત્ર 1 ટકા થયો છે ત્યારે આ મામમલે વાહન 4.0 પોર્ટલ પર નોંધણી કરાવી શકાશે. ટકાઉ પરિવહનને રાજ્ય સરકારનું પ્રોત્સાહન માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?