KUTCH NEWS

વાવાઝોડા બાદ સરકારી તંત્રની કામગીરીની સમીક્ષા કરતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરીયા

આજરોજ કચ્છ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને બિપરજોય વાવાઝોડા બાદ જિલ્લામાં વહીવટીતંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારીમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ કચ્છની સર્વગ્રાહી કામગીરીની વિગતો આપીને પ્રભારીમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.   પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરીયાએ તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, રાજ્ય અને કેન્દ્ર …

Read More »

જખૌ નજીક BSF ને પેટ્રોલીંગ દરમ્યાન ડ્રગ્સનું એક પેકેટ મળી આવ્યું

27 જૂન 2023ના રોજ, એક વિશેષ સર્ચ ઓપરેશનમાં, BSFએ જખૌ કિનારેથી લગભગ 09 કિમી દૂર ઉજ્જડ કુંડી બેટમાંથી ચરસનું 01 પેકેટ, જેનું વજન 01 કિલો હતું, રિકવર કર્યું હતું. રિકવર થયેલા પેકેટના પેકિંગ પર ‘અફઘાન પ્રોડક્ટ’ પ્રિન્ટ કરવામાં આવે છે. આ પેકેટ પણ અગાઉ આ વિસ્તારમાંથી ઝડપાયેલા ચરસના પેકેટ જેવું …

Read More »

ગંગા સ્વરુપા બહેનોએ મામલતદાર કચેરી ખાતે દિન -૦૭ માં આધારકાર્ડ, મોબાઈલ નંબર અપડેટ/લીંક કરાવવા અનુરોધ

ગંગા સ્વરૂપા બહેનો સમાજમાં સન્માનપૂર્વક જીવી શકે તેવા ઉમદા હેતુથી દર મહિને રૂ. ૧૨૫૦/-ની સહાય “ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના” હેઠળ આપવાની યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજના હેઠળ વર્તમાન સમયમાં કચ્છ જિલ્લામાં કુલ ૪૭૮૮૫ લાભાર્થીઓની રૂ. ૬.૧૬ કરોડ સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીના …

Read More »

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદયરોગની અદ્યતન સારવારથી પરમને મળ્યું નવજીવન

કચ્છના નખત્રાણા તાલુકાના આનંદનગર વિસ્તારમાં રહેતા મિતેશભાઈ વ્યાસના પુત્ર પરમને હૃદયમાં કાણું હોવાની જન્મજાત બિમારીમાં ડિવાઇસ ક્લોઝર જેવી અદ્યતન ટેકનોલોજીની સારવાર થકી નવજીવન મળ્યું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદયરોગની સારવાર કરવામાં આવી હતી. ૧૯ માર્ચ, ૨૦૨૨ના રોજ કચ્છના નખત્રાણાની એક ખાનગી હોસ્પિટલમાં લોઅર સેગમેન્ટ સિઝેરિયન પદ્ધતિથી પરમનો જન્મ …

Read More »

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે બિપરજોય ચક્રવાતથી અસરગ્રસ્ત કચ્છના તાલુકાઓમાં ખેડૂતોની મુલાકાત લઈને નુકસાનીનો તાગ મેળવ્યો

રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે બિપરજોય વાવાઝોડા બાદ ખેતી,પશુપાલકો તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કચ્છમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે આજરોજ અસરગ્રસ્ત તાલુકામાં ખેડૂતો તથા પશુપાલકોની મુલાકાત લીધી હતી. ચક્રવાતના કારણે કચ્છમાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્ય ઉદ્યોગમાં નુકસાન ઉપરાંત …

Read More »

કચ્છના જિલ્લાના ઝરપરા ગામે ખારેક પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કરીને તાગ મેળવતા નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રિસ્ટોરેશનની કામગીરીનો ખ્યાલ મેળવવા અને અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા માટે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ કચ્છ જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રીએ આજરોજ મુન્દ્રા મામલતદારશ્રીની કચેરી ખાતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને મુન્દ્રા તાલુકામાં થયેલી નુકસાની અંગેની વિગતો મેળવીને રજૂઆતો સાંભળી હતી. મુન્દ્રા મામલતદાર કચેરી ખાતેની બેઠકમાં …

Read More »

જિલ્લામાં ૧૦૦ ટકા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા સંકલન જરૂરી – નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ

આજરોજ નાણાં, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કચ્છની અંજાર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજીને અંજાર તેમજ ગાંધીધામ ખાતે ચાલી રહેલી વીજ પુનઃસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી હતી. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વાવાઝોડા બાદની કચ્છની પરિસ્થિતિ બાબતે નાણાં મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. વાવાઝોડા બાદ નાણાં મંત્રીશ્રી માર્ગદર્શન …

Read More »

બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભચાઉ ખાતે રિવ્યૂ બેઠક યોજાઈ

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભચાઉ સર્કિટ હાઉસ અને પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. વાવાઝોડા બાદ કચ્છમાં નુકસાન, સરવેની કામગીરી, પાણી પુરવઠા અને વીજ રિસ્ટોરેશનની કામગીરી, ઘાસ વિતરણ, સહાયની ચૂકવણી વગેરે બાબતો વિશે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી હતી. …

Read More »

બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત લખપત તાલુકાના માલધારીઓને વિનામૂલ્યે ઘાસ વિતરણ કરાશે

સરકારશ્રીના મહેસૂલ વિભાગના હુકમ મુજબ લખપત તાલુકામાં બિપરજોય વાવાઝોડાથી માલઢોર માટે રાખેલો ઘાસચારો અને ખોળ બગડી જતાં માલ ઢોરને ઘાસની જરૂરીયાત ઊભી થઈ છે. સરકારશ્રીના નિયમોનુસાર એક પશુધારકને વધુમાં વધુ દૈનિક ૪ (ચાર) કિ.ગ્રા પ્રતિ પશુ ઘાસ કુટુંબ દીઠ મહત્તમ ૫ (પાંચ) પશુની મર્યાદામાં વિનામૂલ્યે વિતરણ કરવાનું અને આ ઘાસ …

Read More »

બિપરજોય વાવાઝોડા સમયે સેવાભાવી સંસ્થાઓએ ફૂડ પેકેટ બનાવીને જિલ્લા વહીવટીતંત્રને આપ્યો સહયોગ

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના લોકોને નજીકના શેલ્ટર હોમ્સમાં ખસેડીને સરકારી તંત્રએ ઝીરો કેઝ્યુઆલટી, મીનિમમ લોસના અભિગમ સાથે આપદામાંથી ઉગારી લીધા છે. શેલ્ટર હોમ્સ ખાતે આરોગ્ય અન્ય જરૂરી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હતી પણ તેની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ અને એનજીઓએ ફૂડ પેકેટની વ્યવસ્થા કરીને અનેરો …

Read More »
Translate »
× How can I help you?