ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરૂ થઈ છે
14 માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે. સ્કૂલ દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીનો ફોટો, સહી, વર્ગ શિક્ષકની સહી અને પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવીને વિદ્યાર્થીને હોલ ટિકિટ આપવાની રહેશે. વિદ્યાર્થીએ હોલ ટિકિટ ચેક કરી તેમાં વિષય અથવા નામ કે અન્ય ફેરફાર હોય તો તરત આ અંગે બોર્ડની કચેરીએ રૂબરૂ જઈને જાણ કરવાની રહેશે.