એશિયાનો સૌથી લાંબો રોપ વે ગિરનારમાં છે. જેને મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તારીખ 11થી 20 જૂન સુધી ગિરનાર રોપ વે બંધ રહેશે. સંચાલક કંપની ઉષા બ્રેકો દ્વારા મેન્ટેનન્સને લીધે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 21મી જૂનથી રોપ વે સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે.ગિરનાર રોપવે લંબાઈ અને ઊંચાઈની દ્રષ્ટિએ એશિયાનો સૌથી લાંબો રોપ વે ગણાય છે. સુરક્ષાના દ્રષ્ટિકોણને ધ્યાને રાખીને સમયાંતરે રોપ વે મેન્ટેનન્સ કામગીરી પણ સતત કરાય છે. તારીખ 11થી 20 જૂન સુધી ગિરનાર રોપ વે બંધ રહેશે. જેમાં રોપ વેના બાંધકામ સાથે સંકળાયેલા ઈજનેરો મેન્ટેનન્સ કામગીરીમાં સામેલ થશે. 10 દિવસ સુધી તમામ પ્રકારના સુરક્ષા ઉપકરણોનું પણ મેન્ટેનન્સ કરવામાં આવશે. 21મી જૂનથી રોપ વે સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …