અંજાર તાલુકાના સિનુગ્રા ગામે પ્રાથમિક શાળામાં “ અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા “ કાર્યક્રમ યોજાયો હતો. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. ગામમાં પાત્રતા ધરાવતા લાભાર્થીને યોગ્ય માર્ગદર્શન મળી રહે એવી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી.
“ વિકસિત ભારત સંકલ્પ યાત્રા “ રથને સિનુગ્રા ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો. સિનુગ્રા ગામની પ્રા.શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરીને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સ્વચ્છ ભારત મિશન યોજના તેમજ હર ઘર જલ યોજના અંતર્ગત સિનુગ્રા ગામ ઓ.ડી.એફ.જાહેર થયું હોઈ ગામની સિદ્ધિ બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.
મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓને પોતાને પ્રાપ્ત થયેલા યોજનાકીય લાભની વાત કરીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રી શ્રી મ્યાઝરભાઈ છાંગા, અગ્રણી સર્વેશ્રી બાબુભાઈ, શ્રી ભૂમિતભાઈ વાઢેર, તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એ.ચૌધરી, સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટશ્રી સહિત પદાધિકારીશ્રીઓ, સરકારી અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.