Breaking News

KUTCH NEWS

ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશે

ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશેફાયર સ્ટેશન ખાતે મળેલા એચડીપીઈ બોટ, બોટ એન્જીન, અંડર વોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા, લાઈફ જેકેટ, લાઈફ રીંગ, રોપ, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ ક્રાફ્ટ, ટાવર લાઈટ, ટેન્ટ, સ્ટ્રેચર, વગેરે જેવા સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભુજના …

Read More »

ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ભુલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે થયું મિલન _

ગઈ તા:- ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી વૃધ્ધા જેમની ઉંમર આશરે ૬૦ વર્ષ હસે તેવો ભૂજ સી.ટી ના સરપંચ નાકા પાસે આવેલ રાજગોર ફળિયામાં ગરબી ચોક માં કાલે રાતે એકલાં બેઠા છે. તેમના વર્તન પરથી તેવો માનસિક રીતે …

Read More »

કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્રીએ સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું

કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્ર કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્રી કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે મોરબીમાં પોલીટેકનિક …

Read More »

ખાવડાથી 21 કિલોમીટર દૂર 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

સરહદી કચ્છ જિલ્લામાં આફ્ટર શોકનો સીલસીલો સતત યથાવત રહ્યો છે. છેલ્લી બે સદીમાં અનેક મોટા ભૂકંપના મારને સહન કરનાર ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા કચ્છમાં લગાતાર નાના આંચકાઓ આવતા રહે છે. ત્યારે આજે પરોઢે 5.8 મિનિટે વધુ એક ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભુજ તાલુકાના દુર્ગમ ખાવડાથી 21 કિલોમીટર દૂર પશ્વિમ દિશાએ કેન્દ્રબિંદુ …

Read More »

PwD મતદારોની સુવિધાઓ અંગે ઓબ્ઝર્વરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના સંદર્ભે Monitoring and Assessment of the facilities for Pwd માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય દ્વારા નિયુક્ત પી.ડબલ્યુ.ડી ઓબ્ઝર્વરશ્રી આર.બી.બારડ, ચેરમેન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બે દિવસ કચ્છ જિલ્લાની મુલાકાતે છે. તેઓએ PwD મતદારોની સુવિધાઓની સમીક્ષા અંગે માહિતી મેળવીને લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સુચારૂ આયોજન કરવા …

Read More »

ભુજમાં પોસ્ટઓફીસથી પૈસા લઇને બહારઆવી રહેલા શખ્સને લુંટવાનો પ્રયાસ, રાહદારીઓએ યુવાનોને ઝડપી પાડ્યા

ભુજની પોસ્ટઓફીસમાંથી રોકડ લઇને બહાર આવતા શખ્સ પાસેથી જાહેરમાં પૈસા ઝુંટવીને ભાગવા જતા યુવાનોને લોકોએ પકડીને પોલીસને હવાલે કરેલ છે.આજે બપોરના સમયે બનેલા બનાવ અંગે મળતી માહીતી મુજબ આજે બપોરે વીડી હાઇસ્કુલ પાસે પોસ્ટઓફીસમાંથી રોકડ રકમ લઇને નિકળી રહેલા જીગીશ રાસ્તેને પોસ્ટઓફીસની બહાર ચાર જેટલા યુવકોએ અટકાવીને તેમની પાસેથી પૈસા …

Read More »

કચ્છમાં વધતા જતા તાપમાન વચ્ચે ઋુતુજન્ય રોગચાળો વકર્યો

ગુજરાતમાં બદલાતી ઋતુમાં અમદાવાદ સહિત કેટલાંક શહેરોમાં ફ્લૂના કેસમાં વધારો થયો છે. લોકો હાલ શરદી, ઉધરસ, તાવ વગેરેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.ડૉક્ટરો પાસે જે દર્દીઓ આવે છે તેમને શરદી, તાવ, સતત વહેતું નાક, શરીરમાં દુખાવો વગેરે ફરિયાદો હોય છે.તબીબોના જણાવ્યા અનુસાર, આમ તો આ સિઝનલ વાઇરસ છે અને મોટા …

Read More »

ચૂંટણી આચાર સંબંધિત નિયમો તેમજ આદર્શ આચાર સંહિતાથી અધિકારીશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લાના સંકલન અધિકારીશ્રીઓ તથા નોડલ ઓફીસરો સાથે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારતનાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સૂચનાઓથી હાજર રહેલા નોડલ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ …

Read More »

કચ્છ-મોરબી જિલ્લામાં ચૂંટણી ૨૦૨૪ને લઈને કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ પદે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

કચ્છ-મોરબી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને લઈને કામગીરી અને પ્રચાર પ્રસાર અંગે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ પદે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ …

Read More »

કચ્છની ધરા ફરી ધણધણી:3.3ના ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી

કચ્છમાં આવતા ભૂકંપના આંચકનો સીલસીલો આજ દિજ સુધી યથાવત રહેવા પામ્યો છે. મધરાત્રે 12.12 મિનિટે ભુજ તાલુકાના દુર્ગમ ખવડાથી 22 કિલોમીટર દૂર મોટી ધ્રધર ગામ નજીક 3.3ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે અંકિત થયો હતો. દરમિયાન સતત આવતા રહેતા આફ્ટર શોકના કારણે કચ્છના પેટાળમાં ગતિવિધિ થઈ …

Read More »
Translate »