RBIએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન આ ટેક્નોલોજી પ્લેટફોર્મ પર બેંકો 1.6 લાખ રૂપિયાની કિસાન ક્રેડિટ કાર્ડ લોન, દૂધ ઉત્પાદકોને લોન, MSME ઉદ્યોગોને કોઈપણ જામીન વગર લોન અને પર્સનલ લોન, હોમ લોન આપવાનું કામ કરી શકશે. આ ઉપરાંત RBI ધિરાણકર્તાઓને જરૂરી ડિજિટલ માહિતીની મદદથી કોઈપણ અવરોધ વિના લોન આપવાની સુવિધા આપવા માંગે છે. આ માટે RBI આવતીકાલે પ્રાયોગિક ધોરણે તેનું પબ્લિક ટેક્નોલોજી પ્લેટફોર્મ શરૂ કરશે. દેશની સેન્ટ્રલ બેંકને આશા છે કે આ પ્લેટફોર્મ પર ઓપન એપ્લીકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસ અને ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ દ્વારા એવા લોકોને લોન આપવામાં આવશે જેમની પાસે લોન લેવાની તકો નથી.
આ માટે RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ડિજિટલ પ્લેટફોર્મ ઓપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપન ‘એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ’ અને ધોરણોથી સજ્જ હશે, જેથી નાણાકીય ક્ષેત્રના તમામ એકમો ‘પ્લગ એન્ડ પ્લે ‘ મોડલ પર કોઈપણ મુશ્કેલી વિના જોડી શકાય છે. API એ એક સોફ્ટવેર છે જે બે એપ્લિકેશનોને એકબીજા સાથે સંપર્ક સ્થાપિત કરવાની મંજૂરી આપે છે. API એ એકમોની અંદર અને સમગ્ર ડેટા મેળવવા અને શેર કરવાની એક સુલભ રીત છે. પબ્લિક ટેક પ્લેટફોર્મ પર આધાર દ્વારા ઈલેક્ટ્રોનિક KYC, રાજ્ય સરકારોના લેન્ડ રેકોર્ડ, PANની માન્યતા, આધાર ઈ-સિગ્નેચર અને ઘર અને મિલકતની શોધનું કામ કરી શકાય છે. RBIએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન મેળવેલા અનુભવોના આધારે વધુ ઉત્પાદનો, માહિતી પ્રદાતાઓ અને ધિરાણકર્તાઓને પણ દાયરામાં લાવવામાં આવશે.