ખડીર પોલીસ સ્ટેશન નુ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું

સરહદી વિસ્તાર ધરાવતા અને હડપ્પન સિવિલિયન સાઇટ આવેલ છે એવા ખડીર ના ગઢડા પોલીસ મથકે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ પરેડ ..પોલીસ કર્મચારીઓ ના પ્રશ્ર્નો ..નોટ રિડીંગ ક્રાઇમ રેટ ધટાડવા તથા ખડીર વિસ્તારના લોકો સાથે લોક સંવાદ અને લોક દરબાર નુ આયોજન ખડીર પોલીસ મથકે કરવા મા આવ્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા પોલીસ કર્મચારીઓ તથા પોલીસ મથકે ખુલતી કડીઓ પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેનો જિલ્લા પોલીસ વડા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો આજે યોજાયેલા વાર્ષિક ઈન્સ્પેકશન દરમિયાન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા પીએસઆઇ ડી.એલ.ખાચર પીએસઆઇ જે.જી.રાજ ખડીર પીએસઆઇ ડી.જી પટેલ સંગીતાબેન દવે..મુકેશ શેંગલ ભાવેશ મોદી જયમલ ચૌધરી દુર્ગાદાન ગઢવી હરપાલ સિંહ રાણા તથા ખડીર પોલીસ મથક ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત જનાણ ખાતે બીએસએફ દ્વારા સિવિલ એવિએશન યોજના હેઠળ આરોગ્ય કેમ્પ ની મુલાકાત લીધી હતી તથા ધોરાવીરા આઉટ પોસ્ટ ખાતે લોક દરબાર યોજાયો હતો ઉપરાંત ધોરાવીરા બીએસએફ કેમ્પ ખાતે સરહદી સુરક્ષા બાબતે ચર્ચા કરી હતી જેમાં બીએસએફ ના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધોરાવીરા થી ખાવડા રોડ પર ટુંક સમયમાં પોલીસ ચેક પોસ્ટ બનાવવા મા આવશે તેવું એક મુલાકાતમાં જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર એ જણાવ્યું હતું ધોરાવીરા ખાતે આવેલી હોટેલ રિસોર્ટ તથા ટેન્ટ સિટી ના માલિકો ને પ્રવાસીઓ ના આધાર પુરાવા રાખી ઓનલાઈન કરવા માટે સુચના આપી હતી સરહદી વિસ્તાર ધરાવતા ખડીર મા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ પોલીસ બીએસએફ દ્વારા કરવામાં આવી રહી છે એમ જણાવ્યું હતું

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?