અમદાવાદના શાહીબાગના ઓર્કિડ ગ્રીન ફ્લેટ આગની ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે. વાત જાણે એમ છે કે, આગ લાગવાની ઘટના બાદ ફાયર બ્રિગેડના વાહનો મોડા પહોંચ્યા હોવાના આક્ષેપ થયા હતા. જે બાદમાં તપાસમાં જે જગ્યાએ આગ લાગી તે વિસ્તાર શાહપુર ફાયર સ્ટેશન હદ વિસ્તારમાં આવતો હોવા છતાં પણ શાહપુરની ફાયર ગાડીઓ અન્ય ગાડીઓના સ્થળ પર પહોંચ્યા બાદ ત્યાં પહોંચી હતી. આ સાથે ફાયરની ગાડીઓ સમયસર પહોંચી હોવાનું સાબિત કરવા રજીસ્ટરમાં ચેડાં કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં હડકંપ મચી ગયો છે. શાહપુર ફાયર સ્ટેશનની ગાડીઓ અંદાજિત 15 મિનિટ મોડી પહોંચી હોઇ તપાસ શરૂ થઈ હતી. જેમાં આગની ઘટનાનો કોલ મળ્યા અને ગાડી ત્યાંથી નીકળી તેના સમયને લઈ રજીસ્ટરમાં ચેડાં કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આગની ઘટનાનો કોલ મળ્યાનો સમય 7.43ની જગ્યાએ સુધારી 7.28 અને ગાડી ફાયર સ્ટેશનથી નીકળવાનો સમય 7.45ના બદલે 7.30 કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. શાહપુર ફાયર બ્રિગેડના રજીસ્ટરમાં નિયમો વિરુદ્ધ આગનો કોલ આવ્યાનો સમય અને ફાયરની ગાડીઓ રવાના થયાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈ હવે મ્યુનિસિપલ દ્વારા સમગ્ર ઘટનાની વિઝિલન્સ તપાસ શરૂ કરાઇ છે. જેમાં નાના કર્મચારી-અધિકારીઓની તપાસ કર્યા બાદ મોટા અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …