ધર્મશાળામાં નહીં રમાય ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ, ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટનું આયોજન ધર્મશાલામાં નહીં કરવામાં આવે. નોંધનીય છે કે હાલ ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ હેઠળની ત્રીજી ટેસ્ટ જે 1 થી 5 માર્ચ દરમિયાન HPCA સ્ટેડિયમ ધર્મશાલામાં યોજાવાની હતી હાલ તેને ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે.  રિપોર્ટ મુજબ હિમાચલના આ ક્ષેત્રમાં શિયાળાને કારણે હાલ આઉટફિલ્ડમાં પૂરતું ઘાસ નથી અને એ તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં હજુ ઘણા દિવસો લાગશે. આવી સ્થિતિમાં ધર્મશાળામાં આયોજવવામાં આવેલ એ મેચને રદ કરી દેવામાં આવી છે. BCCIની ટીમે 11 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું અને રવિવારે રજૂ કરવામાં આવેલ રિપોર્ટ ધર્મશાલાની તરફેણમાં ન હતો. જોકે મેચનું સ્થાન અચાનક બદલવાને કારણે ટેસ્ટ મેચની ફાળવણી બાદ સ્થળ પર નજર ન રાખવા બદલ BCCI પર ઘણા સવાલો ઉભા થયા છે. ધર્મશાળામાંથી મેચનું સ્થળાંતર હજારો પ્રશંસકો નિરાશ થયા છે કારણ કે તેઓ લાંબા સમયથી ત્યાં વર્લ્ડ ક્લાસ ટેસ્ટ મેચની રાહ જોઈ રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?