ભુજમાં બેકાબુ કાર પલ્ટી ગઇ, જાનહાની ટળી

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજના કોમર્સ કોલેજ સામેના માર્ગે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા એક પરિવારની કાર બેકાબુ બની પલટી ગઈ હતી. જેથી કારમાં સવાર લોકો ફસાઈ ગયા હતા, તેઓને આસપાસ દોડી આવેલા લોકોએ સુરક્ષિત બહાર ખસેડયા હતા.આજે ભુજ શહેરના કોલેજ રોડ પર કોમર્સ કોલેજ સામે બજાજ શો નજીક મીરજાપર તરફ જતી એક આઈ20 કાર અચાનક બેકાબુ બની ડિવાઈડર સાથે તકરાઈને પલટી ગઈ હતી. કારમાં સવાર એકજ પરિવારના લોકો લગ્ન પ્રસંગે હાજરી આપવા જતા હતા. ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ સમયે આસપાસ રહેલા લોકો કાર નજીક દોડી આવ્યાં હતા અને કારમાં સવાર લોકોને બહાર આવવા મમદરૂપ બન્યા હતા. સદભાગ્યે આ બનાવમાં જાનહાની ટળી હતી.

You may also like

Leave a Comment