કેન્દ્ર સરકારના સંચાર વિભાગના રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ડાક સમુદાય વિકાસ કાર્યક્રમ યોજાયો

આજરોજ ભારતીય ડાક વિભાગના કચ્છ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના સંચાર વિભાગના રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે ડાક સમુદાય વિકાસ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ડાક સમુદાય વિકાસ કાર્યક્રમ [Dak Community Development Program (DCDP)] નો મુખ્ય હેતુ તમામ નાગરિકો માટે નાણાકીય સેવાનો સમાવેશ અને વીમા કવરેજ કરવું તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ એક જ સ્થળેથી પ્રાપ્ત કરી શકે તે છે.

આ કાર્યક્રમમાં ટપાલ વિભાગ દ્વારા ૭૦ જેટલા આધાર કાર્ડ બનાવવા અને આધાર કાર્ડમાં સુધારો કરવા, ટપાલ વીમા યોજનાની ૧૭ પોલિસી, પોસ્ટ ઓફીસ બચત યોજનાના ૧૫૦ જેટલા ખાતાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના ૧૦ ખાતા, મહિલા સમ્માન બચતપત્રના ૧૦ ખાતા, ઈન્ડિયા પોસ્ટ પેમેંટસ બેન્કની વિવિધ યોજનાઓનો લાભ, પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાણકારી તથા ૩ ઘરનું એલરોલમેંટની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમમાં સામેલ થયેલ નાગરિકોને ઉપયોગી વિવિધ જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર કચેરીના ચૂંટણી શાખા દ્વારા મતદાતા જાગરુકતા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તદુપરાંત, લીડ બેન્ક દ્વારા તેમને લગતા ઉત્પાદનોની ઉપલબ્ધિ કરવામાં આવી હતી.

ત્યારબાદ અતિથિ વિશેષ શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા કાર્યક્રમને ઉપલક્ષ પ્રવચન આપવામાં આવેલ હતું. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જાહેર જનતાના લાભ માટે તથા છેવાડાનાં વિસ્તારો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોચાડવા માટે ટપાલ ખાતા દ્વારા લેવામાં આવતી જહેમતનો ઉલ્લેખ કર્યો હતો. ભારત દેશના સર્વાંગી વિકાસ માટે સરકારની કટિબદ્ધતા વિશે અતિથિ વિશેષ શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

મુખ્ય અતિથિ શ્રી દેવુસિંહ ચૌહાણનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત સૌરાષ્ટ્ર અને કચ્છ રિજીયનના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી બી.એલ. સોનલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં આગેવાનશ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી બાલકૃષ્ણ મોતા હાજર રહ્યા હતા.

કાર્યક્રમને આગળ વધારતા શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”ના ૦૨ લાભાર્થીઓ ને તથા તથા ગ્રામીણ ટપાલ જીવન વીમાના ૦૪ વારસદારને વળતરનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત સરકાર દ્વારા બાળકીઓ માટેની ખાસ યોજના “સુકન્યા સમૃદ્ધિ યોજના”માં હાલમાં જ ખાતા ખોલાવનાર ૦૫ બાળકીઓને પાસબુક આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા મહિલાઓના નાણાકીય સશક્તિકરણ માટે જાહેર કરવામાં આવેલ “મહિલા સમ્માન બચત પત્ર” યોજનામાં હાલમાં જ ખાતા ખોલાવનાર ૦૫ મહિલાઓને પાસબુક આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કાર્યક્રમ માં ઉપષ્ઠિત અતિથિઓને મોમેન્ટો અર્પણ કરી આભારવિધિ કરવામાં આવેલ હતી. આભાર પ્રવચન શ્રી જી. પી. તલગાઓકર, સુપ્રિટેન્ડેન્ટ પોસ્ટ ઓફિસ કચ્છ દ્વારા કરવામાં આવી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

ખાવડાથી 21 કિલોમીટર દૂર 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

સરહદી કચ્છ જિલ્લામાં આફ્ટર શોકનો સીલસીલો સતત યથાવત રહ્યો છે. છેલ્લી બે સદીમાં અનેક મોટા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »