પોરબંદરના સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાયું:480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ

by JAYENDRA UPADHYAY
0 comments

પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.

You may also like

Leave a Comment