UPIના નિયમમાં બદલાવ મોબાઈલ વોલેટ જેવા પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા 2,000 રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફરફી ચૂકવવી પડશે

આગામી 1 એપ્રિલથી UPIના નિયમમાં બદલાવને લઈ સરકારે આદેશ જાહેર કર્યો છે. નોટિફિકેશન અનુસાર, જો કોઈ વ્યક્તિ મોબાઈલ વોલેટ જેવા પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા 2,000 રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરે છે, તો આવી સ્થિતિમાં તેણે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. PPI હેઠળ કાર્ડ અને વોલેટ જેવા પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ થાય છે.

NPCIના પરિપત્રમાં રૂ. 2,000થી વધુના પેમેન્ટ વ્યવહારો પર જ આ ઈન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. આ ફી સામાન્ય રીતે રૂ. 2,000 થી વધુ રકમના કુલ 1.1 ટકા હશે.  NPCI એ વિવિધ પ્રદેશો માટે અલગ અલગ ઇન્ટરચેન્જ ફી નક્કી કરી છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશનના પરિપત્ર અનુસાર, P2P અને P2PM બેંક એકાઉન્ટ્સ અને PPI વૉલેટ વચ્ચેના વ્યવહારો પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. 1 એપ્રિલથી આ નવો નિયમ લાગુ કર્યા પછી, NPCI 30 સપ્ટેમ્બર, 2023 પહેલા તેની સમીક્ષા કરશે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »