કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રિસ્ટોરેશનની કામગીરીનો ખ્યાલ મેળવવા અને અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા માટે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ કચ્છ જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રીએ આજરોજ મુન્દ્રા મામલતદારશ્રીની કચેરી ખાતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને મુન્દ્રા તાલુકામાં થયેલી નુકસાની અંગેની વિગતો મેળવીને રજૂઆતો સાંભળી હતી. મુન્દ્રા મામલતદાર કચેરી ખાતેની બેઠકમાં …
Read More »જિલ્લામાં ૧૦૦ ટકા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા સંકલન જરૂરી – નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ
આજરોજ નાણાં, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કચ્છની અંજાર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજીને અંજાર તેમજ ગાંધીધામ ખાતે ચાલી રહેલી વીજ પુનઃસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી હતી. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વાવાઝોડા બાદની કચ્છની પરિસ્થિતિ બાબતે નાણાં મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. વાવાઝોડા બાદ નાણાં મંત્રીશ્રી માર્ગદર્શન …
Read More »બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભચાઉ ખાતે રિવ્યૂ બેઠક યોજાઈ
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભચાઉ સર્કિટ હાઉસ અને પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. વાવાઝોડા બાદ કચ્છમાં નુકસાન, સરવેની કામગીરી, પાણી પુરવઠા અને વીજ રિસ્ટોરેશનની કામગીરી, ઘાસ વિતરણ, સહાયની ચૂકવણી વગેરે બાબતો વિશે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી હતી. …
Read More »બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત લખપત તાલુકાના માલધારીઓને વિનામૂલ્યે ઘાસ વિતરણ કરાશે
સરકારશ્રીના મહેસૂલ વિભાગના હુકમ મુજબ લખપત તાલુકામાં બિપરજોય વાવાઝોડાથી માલઢોર માટે રાખેલો ઘાસચારો અને ખોળ બગડી જતાં માલ ઢોરને ઘાસની જરૂરીયાત ઊભી થઈ છે. સરકારશ્રીના નિયમોનુસાર એક પશુધારકને વધુમાં વધુ દૈનિક ૪ (ચાર) કિ.ગ્રા પ્રતિ પશુ ઘાસ કુટુંબ દીઠ મહત્તમ ૫ (પાંચ) પશુની મર્યાદામાં વિનામૂલ્યે વિતરણ કરવાનું અને આ ઘાસ …
Read More »બિપરજોય વાવાઝોડા સમયે સેવાભાવી સંસ્થાઓએ ફૂડ પેકેટ બનાવીને જિલ્લા વહીવટીતંત્રને આપ્યો સહયોગ
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના લોકોને નજીકના શેલ્ટર હોમ્સમાં ખસેડીને સરકારી તંત્રએ ઝીરો કેઝ્યુઆલટી, મીનિમમ લોસના અભિગમ સાથે આપદામાંથી ઉગારી લીધા છે. શેલ્ટર હોમ્સ ખાતે આરોગ્ય અન્ય જરૂરી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હતી પણ તેની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ અને એનજીઓએ ફૂડ પેકેટની વ્યવસ્થા કરીને અનેરો …
Read More »કચ્છ જિલ્લામાં યુદ્ધના ધોરણે વીજ પુનઃસ્થાપન અને રોડ પરના ઝાડ દૂર કરવાની કામગીરી
ભુજના કેરા ગામે ગ્રામ પંચાયત સ્થાનિક લોકો દ્વારા રોડ પર પડેલા વૃક્ષોને દૂર કરવામાં આવી રહ્યા છે તેમજ પીજીવીસીએલની ટીમો દ્વારા પડી ગયેલા વીજપોલને દૂર કરી નવા વીજપોલ સ્થાપિત કરી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
Read More »બનાસકાંઠામાં 6થી 8 ઈંચ વરસાદ થતાં ખેતરો બેટમાં ફેરવાયા:ઘરોમાં પાણી ઘૂસ્યા, 15થી વધુ પશુનાં મોત
બિપોરજોય વાવાઝોડાથી બનાસકાંઠા જિલ્લામાં પણ નુકસાની થઈ છે. અનેક જગ્યાએ વૃક્ષ, વીજ પોલ અને દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાના ગયા બાદ તંત્રએ રાહતના કાર્ય શરૂ કર્યા છે અને વીજ પુરવઠો ફરી શરૂ કરવા વીજ વિભાગ પણ કામે લાગ્યું છે. વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં સતત ધોધમાર વરસાદ ખાબકતા …
Read More »ભુજ શહેરમાં ઘણા વિસ્તારોમાં લાઇટ આવી,આરોગ્યમંત્રીએ કરી સમિક્ષા
ભુજ શહેરમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ બાદ આજે સવારથી જ વાતાવરણ ખુલ્લુ થતા લોકોની રોજીંદી ચહલ પહલ જોવા મળી હતી જો કે લાઇટ વીના કામ અટકી જાય ત્યારે સ્વાભાવીક રીતે જ લોકો લાઇટની પુછા કરતા નજરે પડ્યા હતા.આ અંગે પીજીવીસીએલ ના અધિક્ષક ઇજનેરશ્રી ગુરવાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે શહેરના …
Read More »કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત ભાઇ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં ઊભી થયેલી સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા
કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે આજરોજ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના …
Read More »બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઇ કચ્છ જિલ્લાની તમામ શાળાઓ ૧૭ જૂન સુધી બંધ રહેશે
ભુજ, બિપોરજોય વાવાઝોડાની કચ્છ જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લઇ તકેદારીના ભાગ રૂપે સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૭ જૂન ૨૦૨૩ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું લંબાવવામાં આવેલ છે. આચાર્યશ્રી તથા સ્ટાફે હેડ ક્વાર્ટર પર હાજર …
Read More »