બિપોરજોય વાવાઝોડાથી બનાસકાંઠા જિલ્લામાં પણ નુકસાની થઈ છે. અનેક જગ્યાએ વૃક્ષ, વીજ પોલ અને દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાના ગયા બાદ તંત્રએ રાહતના કાર્ય શરૂ કર્યા છે અને વીજ પુરવઠો ફરી શરૂ કરવા વીજ વિભાગ પણ કામે લાગ્યું છે. વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં સતત ધોધમાર વરસાદ ખાબકતા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 6થી 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. સતત 2 દિવસ ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. 500 હેક્ટરથી વધુની જમીનમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. ભારે વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. નાણી ગામમાં પાણી ભરાતા 30થી 40 ગામને જોડતો રસ્તો બંધ થયો છે. જેના કારણે સ્થાનિકો પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ 15 ફૂટ ઊંચો બ્રિજ બનાવવા માંગ કરી રહ્યા છે.ભાર વરસાદના કારણે કાર પાણી ફસાઈ જતાં NDRF દ્વારા રેસક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. NDRF દ્વારા 4 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. હજુ પણ એક લાપતા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ કરાયેલા લોકો રાજસ્થાનના જાલોરના વતની હોવાનું સામે આવ્યું છે.બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયા છે. ખનેડીવાળુ અને કરજીવાળુ બે તળાવ ઓવરફ્લો થયા છે. તળાવ ઓવરફ્લો થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 વર્ષ પછી 2 તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતો પણ ખુશ ખુશ થઈ ગયા છે. બનાસકાંઠાની બનાસ નદીમાં આવ્યું પૂર આવ્યું છે. નદી 2 કાંઠે વહેતી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …