પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર એ આજે ગાંધીધામ એસપી કચેરી ના કમ્પાઉન્ડમાં આવેલીના જિલ્લાના કમાન્ડ કંટ્રોલરૂમ (‘‘નેત્રમ’’) ની સરપ્રાઇઝ મુલાકાત ઓચિંતી લેવામાં આવી હતી . જેમાં આમ જનતાને ટ્રાફિકને લીધે પરેશાની ન થાય અને ટ્રાફિક નિયમનમાં સુધારો થાય તે માટે આદિપુર તથા ગાંધીધામ વિસ્તારમાં શહેરમાં તથા ટાગોર રોડ ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. આ ટ્રાફિક પોઇન્ટ ઉપર પોલીસ અધિકારી અને કર્મચારીઓ તથા તેમની મદદમાં ટ્રાફિક બ્રીગેડની હાજરી ચેક કરવામાં આવેલ.
હવેથી ‘‘નેત્રમ’’ દ્વારા નિયમિત રીતે ટ્રાફિક પોઇન્ટ ઉપર મોનીટરીંગ કરવામાં આવશે અને જે અધિકારી તથા કર્મચારીઓ સારી કામગીરી કરશે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે અને જે અધિકારી તથા કર્મચારીઓ ટ્રાફિક નિયમનની કામગીરીમાં બેદરકારી રાખશે તેમની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉદે્શથી આ સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવેલ છે. એસપી સાગર બાગમાર સાથે નેત્રમ પીએસઆઇ જે.જી.રાજ ઉપસ્થિત રહ્યા હતા અને માહિતી થી વાકેફ કર્યા હતા