Breaking News

કેન્સરના દર્દીઓ માટે વૈજ્ઞાનિકોને કોવિડ જેવી રસી બનાવામાં મળી મોટી સફળતા

દવા નિર્માતા કંપની મોર્ડના અને મર્કે ત્વચા કેન્સર દર્દીઓ માટે બનાવેલી એક રસીના ટ્રાયલમાં સારા પરિણામ મળવાની જાણકારી આપી છે. આ રસીની ખાસ વાત એ છે કે, તેને mRNA ટેકનિકથી તૈયાર કરવામાં આવી છે, જેનાથી કોવિડ વેક્સિન બનાવામાં આવી હતી. વૈજ્ઞાનિકો લાંબા સમયથી એ માની રહ્યા છે કે, mRNA બીજા વાયરસ અને કેન્સર જેવી બિમારીઓમાં લડવામાં મદદ કરી શકે છે.
દવા કંપનીઓના જણાવ્યા અનુસાર, શરુઆતી ટ્રાયલમાં આ 150 લોકોને શામેલ કર્યા હતા, જેમા મેલેનેમા ટ્યૂમરને ઓપરેશન દ્વારા હટાવામાં આવ્યું હતું. તેમને સ્કીન કેન્સરની સારવારમાં આપવામાં આવતી દવા કીટ્રુડાની સાથે આ રસીના 9 ડોઝ આપવામાં આવ્યા હતા. આ સ્ટડીથી જાણવા મળે છે કે, ફક્ત ઈમ્યૂનોથેરેપી દવા કીટ્રુડા લેવાથી દર્દીની સરખામણીમાં દવાની સાથે સાથે રસી લગાવનારા દર્દીને સ્કીન કેન્સર ફરી વાર થવા અથાવ મોતની આશંકા 44 ટકા ઓછી થઈ ગઈ છે.

About chanchal bhuj bhuj

Check Also

ભારતે 17 વર્ષ બાદ જીત્યો T20 વર્લ્ડ કપનો ખિતાબ, ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યુ

નવી દિલ્હીઃ ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને ICC T20 વર્લ્ડ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?