બનાસકાંઠા: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ટ્રેલર ,ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતની આ ઘટના ભરકાવાડાના પાટિયા પાસે બની હતી. રોગ સાઈડમાં આવતી ગાડી ચાલકે ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર સામેની સાઇડે આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાડીમાં સવાર 3 લોકોનાં મોત નીપજ્યાં છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …