કચ્છનાં દરિયાકાંઠેથી ડ્રગ્સનાં બિનવારસી પેકેટ મળી આવવાનો સીલસીલો હજુ યથાવત છે. લખપત તાલુકામાંથી બીએસએફને ચરસનાં બે પેકેટ મળી આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા દરિયા કિનારાનાં વિસ્તારમાંથી ચરસનાં 10 પેકેટ મળી આવ્યા હતા. જખૌ મરીન દ્વારા નવ પેકેટ કબ્જે કર્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ચરસની કિંમત 5 કરોડની હોવાનું શક્યતા છે.કચ્છનાં દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ત્યારે અબડાસા તાલુકાનાં સિંઘોડી ગામ નજીકથી 9 ચરસનાં પેકેટ મળી આવ્યા હતા. જખૌ મરીન પોલીસ દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બપોરનાં સમયે બિનવારસી હાલતમાં ચરસનાં પેકેટ મળી આવ્યા હતા. આ સમગ્ર બાબતે જખૌ મરીન પીએસઆઈ એચ.ટી. મઠીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દરિયા કાંઠા વિસ્તારમાંથી ફરીથી એક સાથે 10 ચરસનાં પેકેટ મળી આવતા પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ પેટ્રોલીંગ વધારી દીધું છે. ત્યારે ચરસનાં એક સાથે કુલ 10 પેકેટ આવતા હોય છે. ત્યારે 9 પેકેટ હાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ આ સમગ્ર મામલે એસઓજીને તપાસ સોંપવામાં આવી છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …