જિલ્લા સ્વાગતના માધ્યમથી ભુજના રહેવાસીઓનો પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન ઉકેલાઇ ગયો

ભુજમાં પ્રમુખસ્વામી નગર વિસ્તારમાં થોડા વર્ષો પૂર્વે સરકાર દ્વારા પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી .પરંતુ તેના પ્રોપર્ટી કાર્ડ આપવાના બાકી હોવાથી આ સંદર્ભે રહેવાસીઓ દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે ગણતરીના સમયમાં જ તમામ પ્રોપર્ટી કાર્ડ બની જતાં રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે. ઝડપી કામગીરીનું માધ્યમ બનતાં જિલ્લા સ્વાગત કાર્યક્રમનો સૌ રહેવાસીઓ આભાર વ્યકત કર્યો હતો.
જિલ્લા સ્વાગતમાં કલેકટરશ્રી દ્વારા લાભાર્થીને પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરવામાં આવતા ઉપસ્થિત રહેવાસીઓમાં ખુશી ફેલાઇ હતી. ઉપસ્થિત લાભાર્થી પૈકીના ધીરેન જોશીએ જણાવ્યું હતું કે, સર્વે ૧૬૧માં સરકારી પ્લોટની ફાળવણી કરાઇ હતી જેના પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા ન હતા. જે સંદર્ભે જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન મુકવામાં આવતા રજૂઆત પ્રત્યે સંવેદનશીલતા દર્શાવીને કલેકટરશ્રીના હુકમથી સીટી સર્વેના અધિકારીઓએ જાતે સ્થળ પર આવીને રહેવાસીઓ સાથે એક બેઠક યોજી હતી. જરૂરી આધાર પૂરાવા એકત્ર કરીને તમામ મિલ્કતધારકોને પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરવાની કામગીરી પૂર્ણ કરી હતી. આજરોજ જિલ્લા સ્વાગતમાં કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવતા આ બદલ કલેકટરશ્રી તથા સીટી સર્વેના અધિકારીશ્રી તથા તેમની ટીમનો આભાર માનું છું. તેમજ લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અમલી કરાયેલા સફળ સ્વાગત કાર્યક્રમ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો સૌ રહેવાસીઓ વતી અભિનંદન સાથે આભાર વ્યકત કરૂ છું .

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?