ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56
ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક રિઝલ્ટ આવ્યું છે. કચ્છ જિલ્લાનું પરિણામ છેલ્લી 4 પરીક્ષા કરતા અભૂતપૂર્વ
85.31 ટકાના ઊંચા સ્તરે નોંધાયું છે. જે ગત વર્ષ કરતા 16.6 ટકા ઊંચું રહ્યું છે. જિલ્લામાં કુલ 18,856 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, તેમાં 18741 છાત્રોએ પરીક્ષા આપી હતી. તેમાં 85.31 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. નોંધનીય છે
કે 423 છાત્રો એવન કક્ષાએ અને 1992 છાત્રો એ2ની કક્ષાએ ઉત્તીર્ણ થયા છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …