હવે નવું SIM Card લેવું અઘરું બનશે, સરકારે બનાવ્યાં નવા નિયમ

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ સિમ કાર્ડના વેચાણ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો કપટપૂર્ણ ફોન કોલ્સ તેમજ એસએમએસ અને અનેક ટેલિકોમ છેતરપિંડીના અહેવાલો પછી આવ્યા છે. હકીકતમાં એક જ વ્યક્તિના નામ અને ઓળખના પુરાવાનો ઉપયોગ કરીને હજારોથી વધુ સિમકાર્ડ જારી કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યાં બાદ સરકારે સીમ કાર્ડ વેચાણના નવા નિયમો બનાવ્યાં છે.

કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે 18 ઓગસ્ટ 2023ના દિવસે સીમ કાર્ડ ખરીદી માટે નવા નિયમોની જાહેરાત કરી હતી જે પછી આજે ટ્રાઈ દ્વારા તેને જાહેર કરાયા છે. મંત્રીએ કહ્યું કે મોબાઈલ સિમ કાર્ડના નવા ડિલરો માટે પોલિસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે. તે ઉપરાંત પોઈન્ટ ઓફ સેલ ડિલર્સ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. અશ્વિની વૈષ્ણવનું કહેવું છે, ખોટી રીતે મેળવવામાં આવેલા લગભગ 52 લાખ મોબાઈલ સિમ કાર્ડને બંધ કરી દેવાયા છે અને મોબાઈલ સિમ કાર્ડ વેચતા 67,000 ડિલરોને બ્લેકલિસ્ટેડ કરી દેવાયા છે.

શું છે નવા સીમ કાર્ડ સંબંધિત નિયમો 

  • સિમ કાર્ડના નવા નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે અને ટેલિકોમ ઓપરેટરોએ 30 સપ્ટેમ્બર પહેલા તમામ પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) નું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • ડીઓટીએ નોંધણી વગરના ડીલરો દ્વારા સિમકાર્ડના વેચાણ માટે ટેલિકોમ ઓપરેટરો પર 10 લાખ રૂપિયાના દંડની પણ જાહેરાત કરી છે.
  • તમામ હાલના પીઓએસ વિક્રેતાઓએ સપ્ટેમ્બરના અંત સુધીમાં દસ્તાવેજો સબમિટ કરવા અને નોંધણી કરાવવી જરૂરી છે.
  • પીઓએસ અથવા રિટેલરે નોંધણી માટે કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર (CIN) અથવા બિઝનેસ લાઇસન્સ, આધાર અથવા પાસપોર્ટ, પાન, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વગેરે આપવાનું રહેશે.
  • જો પીઓએસ પાસે સીઆઇએન, એલએલપીઆઇએન, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન, પાન અને જીએસટી સર્ટિફિકેટ ન હોય તો તેણે એક સોગંદનામું અને તે ઉપલબ્ધ થયા પછી તરત જ આ દસ્તાવેજો રજૂ કરવા પડશે.
  • જો કોઈ પીઓએસ બનાવટી દસ્તાવેજો સબમિટ કરે છે, તો ટેલિકોમ ઓપરેટરોએ તેનું આઈડી બ્લોક કરવું પડશે અને તે પીઓએસ દ્વારા નોંધાયેલા તમામ ગ્રાહકોની ફરીથી ચકાસણી કરવી પડશે.

About chanchal bhuj bhuj

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?