ફેસબુક મેટા વિરુદ્ધ કેસ, કંપની પાસે 16 હજાર કરોડ રૂપિયાના વળતરની માંગ

ઇથોપિયામાં ફેલાયેલી હિંસા અંગે મંગળવારે મેટા પ્લેટફોર્મ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજીકર્તાઓએ ફેસબુક મેટા પર ઇથોપિયામાંથી હિંસક અને દ્રૈષપૂર્ણ પોસ્ટ્સને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મેટા પ્લેટફોર્મનો એક ભાગ ફેસબુક દ્વારા આવી પોસ્ટના પ્રચારને કારણે દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે. કેન્યા હાઈકોર્ટમાં મેટા કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કોર્ટમાં અરજદારોએ માંગ કરી છે કે હિંસક સામગ્રીને હટાવવા માટે મેટાએ નૈરોબીમાં મોડરેશન સ્ટાફની સંખ્યામાં વધારો કરવો જોઈએ. આ સિવાય અરજીમાં કોર્ટને માંગ કરવામાં આવી છે કે ફેસબુકને હિંસા પીડિતો માટે લગભગ 2 અબજ ડોલર એટલે કે 16 હજાર કરોડ રૂપિયાનું વળતર ફંડ બનાવવા માટે પગલાં ભરવાનો આદેશ આપવામાં આવે. બે ઇથોપિયન સંશોધકો અને કેન્યાના અધિકાર જૂથ કતિબા સંસ્થાએ મેટા કંપની સામે દાવો દાખલ કર્યો છે.

About chanchal bhuj bhuj

Check Also

મોદીજી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે:અરવિંદ કેજરીવાલ

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »