Breaking News

બાળકો પૈદા કરવા માટે મહિલાની જરુર નહીં પડે, આર્ટિફિશિયલ કોખથી બાળકો જન્મશે

આર્ટિફિશિયલ કોખથી બાળકનો જન્મ શક્ય બનશે. એક કંપનીએ દાવો કર્યો છે કે, દર વર્ષે 30,000 બાળકો આર્ટિફિશિયલ કોખથી જન્મશે.
એક્ટોલાઈફ નામની કંપનીએ આર્ટિફિશિયલ કોથથી બાળક જન્મતા હોવાનો દાવો કરતો એક વીડિયો શેર કર્યો છે, જે ઈટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દુનિયામાં લાખો એવી મહિલાઓ છે, જેમને યુટ્રસ (બાળકની કોથળી) નથી. જેના પર વાંઝિયાપણાનો થપ્પો લાગી જાય છે. તે મહિલાઓ પણ સાયન્સના આ ચમત્કારથી મા બની શકશે. આ ટેકનિકનું નામ છે આર્ટિફિશિયલ ગર્ભાશય ફેસિલિટિ . આ કંપનીએ દાવો કર્યો છે કે, આ દુનિયાની પહેલી આર્ટિફિશિયલ કોખની માફક કામ કરશે.
EctoLife,જે એક વર્ષમાં 30,000 બાળકો વિકસિત કરવામાં સક્ષમ છે, તેના વિશે કહેવાય છે કે તે 50 વર્ષના અભૂતપૂર્વ વૈજ્ઞાનિક રિસર્ચ પર આધારિત છે. આ અવધારણા બર્લિન સ્થિતિ બાયોટેક્નોલોજિસ્ટ અને વિજ્ઞાન સંચારક હાશેમ અલ ઘાઈલીના મગજની કમાલ છે. તેમનું કહેવું છે કે, આ સુવિધા નિ: સંતાન દંપત્તિ માટે એક બાળકને ગર્ભધારણ કરવા અને પોતાના સંતાને સાચ્ચા જૈવિક માતા-પિતા બનવાની મંજૂરી આપશે.
બાળકોનો આંખ અને વાળનો રંગ નક્કી કરી શકશે માતા-પિતા

કંપની આર્ટિફિશિયલ રીતે બાળકો પૈદા કરવા માટે કેટલાય પેકેજ આપશે. એલીટ પેકેજમાં આપને કૃત્રિમ ગર્ભમાં પ્રત્યારોપિત કરવાથી પહેલા ભ્રૂણને આનુવંશિક રીતે એન્જીનિયર કરવાની મંજૂરી આપશે. આંખ અને વાળના રંગથી લઈને શક્તિ, ઉંચાઈ અને બુદ્ધિ સુધી બધુ જ માતા-પિતા નક્કી કરી શકશે અને વિકસિતમાં મળેલી આનુવંશિક બિમારીથી બચાવી શકાશે.

About chanchal bhuj bhuj

Check Also

ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »