રવિવારની સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી એક દર્દનાક અકસ્માતમાં સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. સવાઈ માધોપુર જિલ્લાના બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા જઈ રહેલા ભક્તોની કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેના કારણે કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંની પરિસ્થિતિ જોઈને તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. પોલીસે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.આ ઘટનાની વિગત એવી છે કે, આજે એટલે કે રવિવારે સવારે લગભગ 7 વાગે આ દર્દનાક અકસ્માત થયો હતો. એક પરિવાર રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા કારમાં જઈ રહ્યો હતો.આ દરમિયાન બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારના બનાસ પુલિયા પાસે કોઈ અજાણ્યા વાહને તેમની કારને ટક્કર મારી હતી. જેના કારણે કારમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આ પરિવારના બે બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …