આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા આગામી લોકસભા ની ચુંટણી ને અનુલક્ષીને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ના વડપણ હેઠળ પોલીસ અને સીઆઇએસએફ ના જવાનો દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું જે પોલીસ મથકે થી દેના બેંક ચોક એસ.ટી રોડ સલારી નાકા ભુતિયા કોઠા રોડ માંડવી ચોક આથમણા નાકા કન્યા છાત્રાલય રોડ કોર્ટ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં થી હથિયારો સાથે જવાનો એ ફુટ પેટ્રોલીંગ યોજાયું હતું જેમાં એસપી સાગર બાગમાર રાપર પીઆઈ જે બી.બુબડીયા રાપર સીપીઆઇ વી.કે ગઢવી પીએસઆઇ ડી.આર.ગઢવી આર આર આમલીયાર વી.એસ સોલંકી સહિત ના પોલીસ સ્ટાફ તથા મહિલા કર્મચારીઓ અને સીઆઇએસએફ ના જવાનો જોડાયા હતા આ અંગે એસપી સાગર બાગમાર એ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાપર વિધાનસભા ના તમામ બુથ પર જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તદુપરાંત સંવેદનશીલ બુથો પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે એમ જણાવ્યું હતું
