કચ્છ જિલ્લામાં શાંતિપૂર્ણ ચાલી રહેલી મતદાનની પ્રક્રિયા દરમિયાન હીટવેવ તથા ગરમીના માહોલમાં મતદારોની સુવિધા માટે ખાસ આરોગ્યની ટીમ મેડીકલ કીટ સાથે દરેક બૂથ પર મૂકવામાં આવી છે. આ મેડીકલ ટીમોએ મતદારોને જરૂર પડે તો પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની સજ્જતા સાથે ઓ.આર.એસ તેમજ સામાન્ય બીમારી માટેની દવાઓ સહિતની સારવાર ઉપલબ્ધ કરાવી હતી. લોકશાહીના પર્વમાં આરોગ્યકર્મીઓએ પણ સેવસુવાસ પ્રસરાવીને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હત
