સોશિયલ મિડીયા ઉપર પોસ્ટ મુકવા મામલે ચોટીલામાં કરપીણ હત્યા થઇ છે.
ચોટીલા ચામુંડા રોડના પાછળના ભાગમાં સાંજે મફતિયા પરામા રહેતા એક યુવકને તેના ઘર પાસે છરી માર્યાનો બનાવ બન્યો હતો. તેમજ ઘાયલ યુવકને પ્રથમ રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘાયલ યુવકની હાલત ગંભીર હોવાથી ડોક્ટરે રાજકોટ રીફર કર્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે યુવકનું મોત થયું હોવાથી મામલો હત્યામા ફેરવાયો છે. ઇન્સ્ટાગ્રામ પર મુકેલી પોસ્ટ હત્યામાં પરિણમી છે