Breaking News

Gandhinagar News

સાપુતારા ખાતે અગામી તા. ૨૯ જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથેસાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૨૯ જુલાઈના રોજ સવારે ૯.૦૦ કલાકે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૯થી યોજાતા મોન્સૂન ફેસ્ટિવલનું આ વર્ષે પ્રથમવાર મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન થવા …

Read More »

ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૮૦,૫૮૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.૦૬ ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૪૦,૬૬૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૨.૯૬ ટકા …

Read More »

ભૂતાનના રાજા અને વડાપ્રધાનને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, …

Read More »

ગુજરાત પ્રવાસની યાદગીરી રૂપે મુખ્યમંત્રીશ્રીએ ભૂતાનના રાજાને કચ્છના રોગન આર્ટની કલાકૃતિ અને ભુજોડી શાલ ભેટ આપી

ગાંધીનગર, 23 જુલાઈ: ભૂતાનના રાજા મહામહિમ જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગે હાલ ગુજરાતના 3 દિવસીય પ્રવાસ પર છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ ગઇકાલે એટલે કે 22 જુલાઈના રોજ ગાંધીનગર પધાર્યા હતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભૂતાનના રાજવી અને વડાપ્રધાનના સન્માનમાં …

Read More »

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે

રાજપીપલા, રવિવાર:- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રચાયેલી ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી તા. ૨૨ને સોમવારે પધારી રહ્યા છે. કોઇ દેશના રાજા અને તેના પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત, એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી …

Read More »

જય રણછોડ…ના નાદથી ગૂંજશે ગાંધીનગર, 40મી વખત ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન

ગાંધીનગરમાં 1985થી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે. ત્યારે લોકોત્સવ બની ગયેલા રથયાત્રાના તહેવાર દરમ્યાન આવતીકાલે ગાંધીનગરમાં પરંપરાગત રુટ ઉપર 40મી રથયાત્રા નિકળશે. સવારે પંચદેવ મંદિરથી રથયાત્રાને પંચદેવ યુવક મંડળના ખલાસીઓ ખેંચશે અને આ યાત્રા જુના અને નવા સેક્ટરો થઇને બપોરે સે-29 જલારામ મંદિર મોસાળામાં પહોંચશે ત્યાં …

Read More »

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે વલસાડ, દમણ,દાદરાનગર નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું.24 જુન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે અને ચોમાસું આવનારા …

Read More »
Translate »
× How can I help you?